ગુરુવાર, 27 ફેબ્રુઆરી, 2014

EVM Sealing Demo - Election





income tax


income tax


મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.

ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે. 


ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ? RTI Information




ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  

ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી 

નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. 

આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. 

માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં એક 

આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની 

સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત નીચે મુજબ જવાબ

 મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. 


Approve Secondary School Application

શનિવાર, 1 ફેબ્રુઆરી, 2014

Income Tax Calculator Assesment year 2014-15

ઈન્કમટેક્ષ ગણતરી યંત્ર ૨૦૧૩-૧૪ ઓરિજનલ શીટ


મિત્રો - અહી નીચે એજ્યુસફર.કોમ વેબસાઈટ પર  સતનામ પટેલ દ્વારા તૈયાર કરેલ ઈન્કમટેક્ષ  ૨૦૧૩-૧૪ 
ની ગણતરી માટેની એક્સેલ સીટ મૂકેલ છે. શ્રી સતનામભાઈ - શ્રી બાબુભાઈ - શ્રી કમલેશભાઈ - શ્રી હસમુખભાઈ દ્વારા www.edusafar.com વેબસાઈટનું સુંદર સંચાલન થાય છે અને શિક્ષણ તથા શિક્ષકને લગતી અગત્યની માહિતી મુકવામાં આવે છે તે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. શ્રી સતનામભાઈ    દ્વારા ઉપયોગી એક્સેલ સીટો -  તથા શ્રી બાબુભાઈ પટેલ દ્વારા ઉપયોગી પી.પી.ટી તેમજ વિડીયો જાતે મહેનત કરીને બનાવેલ છે.અને તેમની સાઈટ પર મૂકેલ છે. 
દુખની વાત એ છે કે કેટલાક સારસ્વત મિત્રો તેમની મંજૂરી વિના સીટો ડાઉનલોડ કરી પાસવર્ડ તોડી લેખકનું નામ બદલી પોતાનું નામ લખી જાતે બનાવ્યાનો આનંદ અનુભવે છે. આવા ઘણા શિક્ષિત સમાજના સારસ્વતો જોવા મળેલ છે. 

અહી શ્રી સતનામભાઈ દ્વારા બનાવેલ ઓરીજનલ ટેક્ષ ગણવાની એક્સેલ શીટ છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. અને નીચે બીજી પોસ્ટમાં અન્ય સી.આર.સી કો ઓર્ડિનેટર દ્વારા શ્રી સતનામભાઈની સીટનો પાસવર્ડ તોડી પોતાના નામે ચડાવેલ શીટ છે. બન્ને શીટ સતનામભાઈની છે. પરંતુ બીજી શીટ સી.આર.સી કો.ઓ એ પોતાના નામે કરેલ છે. આવી ઘણી શીટ્સ લોકો પોતાના નામે કરી માનસિક આનંદ મેળવતા હોય છે. આશા રાખીએ કે પરમાત્મા આવા લોકોને સદબુધ્ધિ આપે કે પ્રસિધ્ધિ માટે નકલ નહિ પરંતુ મહેનતની જરૂર છે.